લેબલ ગુજરાતી સાહિત્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુજરાતી સાહિત્ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 1 માર્ચ, 2012

જાગ્યું છે શિક્ષણ તંત્ર.! ! ! ! ! !

આવી ભરતી ઓ માં પરીક્ષા
ઘણા એ કહ્યું આ તો સરકારે કરી આપણને શિક્ષા
લઇ લો હવે 'વાંચે ગુજરાત' ની દિક્ષા
વાચવા વંચાવવા ના વધી જશે કિસ્સા

ટકા ને આધારે મળતી હતી પહેલા નોકરી
ટકાવારી ની વાતો હવે સરકારે જૂની કરી
સ્નાતક ને છોડી લોકો પૂછે tet, tat અને htah ની પ્રગતિ
એક કલાક માં આખા 'કેરિયર' ની ચકાસણી થતી

શિક્ષણ ના સાંપ્રત પ્રવાહો ની આ છે નવી ધારા
કોણ જાણે કેટલા થશે એમાં નવા નવા સુધારા
'અજાણ' લોકો બન્યા અભ્યાસક્રમ ને જાણનારા
આપે જોયું આગળ વધી ગયા ખરેખર વાંચનારા

'ઉઠો જાગો અને પરીક્ષા પાસ કરો' બની ગયો છે મંત્ર
શું સાચે જ હવે સજાગ બની ગયું છે શિક્ષણ તંત્ર
જય હો...........

પરીક્ષા ની પરીક્ષા કરો ! ! ! ! ! !

                      બોર્ડની પરીક્ષાઓ નજીક આવી અને હતાશામાં એક વિદ્યાર્થીનો આપધાત પણ નોંધાયો. દરવર્ષે પરીણામ આવે પછી પણ આવી દુર્ધટનાઓ બને છે.
વિદ્યાર્થી મિત્રો,
નાપાસ થવામાં જેટલી નિષ્ફળતા છે,તેના કરતા હતાશ થવામાં વધારે નિષ્ફળતા છે.
પડવાની બીકે ચાલવાનું બંધ કરી દેનાર બાળક કદી દોડતું થઈ શકે ખરુ ?
સ્પેશ શટલ કોલંબિયાના અકસ્માતથી ભયભીત થઈ, અંતરીક્ષમાં જવાનું માંડી વાળનાર વૈજ્ઞાનિક કદી અંતરીક્ષયાત્રી બની શકે ખરો ?
ડો. અબ્દુલ કલામ સાહેબે એરફોર્સની પરીક્ષામાં નિષ્ફળ ગયા પછી આપધાત કરી લીધો હોત તો દેશને એક મહાન રોકેટ વૈજ્ઞાનિક અને ઉમદા રાષ્ટ્રપતિ મળ્યા હોત ખરા ?
શિકાર છટકી જવાથી કોઈ સિંહે કદી આપધાત કર્યો છે ખરો ?
મિત્રો,આપણે આગળ વધવું હોય તો, જીવનની વાસ્તવિક્તા સમજવી પડે એમ છે.નિષ્ફળતા અને સફળતા બંને આપણી જિંદગીના જ હિસ્સાઓ છે.આ બંને હિસ્સાને જોડતો એક મહત્વનો શબ્દ છે..જેને હું "પ્રયાસ" કહુ છું.
મિત્રો,માણસના જીવનમાં :
પ્રયાસનો આરંભ એટલે જિંદગીનો આરંભ...!
અને
હતાશાનો આરંભ એટલે મૃત્યુનો આરંભ..!!!

- વલ્લભભાઇ ઇટાલીયા

મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2012

ટાઈમ મલે તો વાચજો જરુરઃ

મોટા કહેવડાવવા માગતા માણસોને એક ટેવ હોય છે. બીજાને એ પોતાથી કેટલા નાના છે એ બતાવ્યા વિના તેમનાથી રહેવાતું નથી. એક અમલદાર સાહેબને કોઈ મળવા આવે તો તેને બેસાડી રાખ્યા વિના તે મળતા નહીં. પોતાની ઓફિસ બહાર તેમને મળવા આવનાર માટે સાંકડો ને ભાંગેલો બાંકડો રાખેલો. તે મુલાકાતી તેના પર બેસે. પટાવાળો ચિઠ્ઠી લઈ જાય અને મુલાકાતીના દરજ્જા પ્રમાણે સાહેબ તેને બેસાડી રાખે.

આ માટે સાહેબ મહેરબાને ત્રણ ધોરણ નક્કી કરેલાં. મહત્વની વ્યક્તિ હોય તો પાંચ-છ મિનિટ. કામ લાગે એવી વ્યક્તિ હોય તો દસ-પંદર મિનિટ. અને અરજદાર ગરજવાન કે નીચી પાયરીની વ્યક્તિ હોય તો કલાક બે-કલાક બેસાડી રાખે ને વળી મળે પણ નહીં. એક દિવસ એક વૃદ્ધ સજ્જન આવ્યા. સાહેબને બાળપણથી ઓળખે. બાજુમાં રહેતા તેથી તેના પર દીકરા જેવું વ્હાલ. પણ સાહેબ તો મોટા માણસ અને આ સજ્જન સાધારણ શિક્ષક. એવાને કાંઈ આવે કે તરત મુલાકાત આપી શકાય ? પછી ભલેને સાહેબને કોઈ અગાઉથી મળવા આવ્યું ન હોય કે ઓફિસમાં કોઈ અગત્યની ચર્ચા ચાલતી ન હોય ! ભલેને કોઈ કામકાજ ન હોય ને સાહેબ બેઠા બેઠા ક્રોસવર્ડ પઝલનાં ખાનાં ભરતા હોય ! મુલાકાતીએ સમજવું જોઈએ કે સાહેબને મળવું સહેલું નથી અને એની મહત્તા વિષે સાહેબ કરતાં પટાવાળા મહાશય વધુ ધ્યાન રાખતા હતા.

પેલા વૃદ્ધ સજ્જન બે-અઢી કલાક પાટલી પર તપ કરતા રહ્યા. પછી સાહેબે બોલાવ્યા. સાહેબની ઓફિસમાં એક જ ખુરશી. એને લાયક હોય તે બેસવા પામે. બીજા ઊભા રહી વાત કરે. પેલા સજ્જને સાહેબને બાળપણના નામથી બોલાવી કહ્યું, ‘જો છગન, તને હું મળવા આવત નહીં પણ મારા દીકરા નૌતમનો કાગળ છે કે તને આ કાગળિયાં આપવાં એટલે આવ્યો છું. તારો નાનપણનો મિત્ર તને ભૂલ્યો નથી. પરદેશી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. લખે છે કે છગન ત્યાં પડ્યો પડ્યો શું કામ સડ્યા કરે છે ? અહીં સારો ચાન્સ છે. અને એની ભલામણથી તારું ભાગ્ય ઊઘડી જાય તેમ છે. એનાં કાગળિયાં આપવા આવ્યો છું.’
સાહેબ ઊભા થઈ ગયા, ‘આવો, આવો કાકા !’ એવા મીઠા ઉદ્દગાર સાંભળ્યા વિના જ વૃદ્ધે કહ્યું : ‘તારી ટેવ હું જાણું છું. જો, સંત સુંદરદાસની સાખી સાંભળી લે !’

નર પે નર આવત નહીં, આવત દિન કે પાસ,
વો દિન ક્યોં ન સમ્હાલિયે, ભાખત સુંદરદાસ.

‘માણસનું મોઢું રૂપાળું માનીને કોઈ તેની પાસે આવતું નથી, પણ એનો દિવસ તપે છે ને એ કાંઈક કરશે એવી આશાથી આવે છે; અને દિવસ તો હમણાં આથમી જશે; માટે સારાં કામ કરી લો.’ આટલું કહી વૃદ્ધ આવ્યા હતા તેવા જતા રહ્યા.

મકરન્દ દવે