ગુરુવાર, 1 માર્ચ, 2012

જાગ્યું છે શિક્ષણ તંત્ર.! ! ! ! ! !

આવી ભરતી ઓ માં પરીક્ષા
ઘણા એ કહ્યું આ તો સરકારે કરી આપણને શિક્ષા
લઇ લો હવે 'વાંચે ગુજરાત' ની દિક્ષા
વાચવા વંચાવવા ના વધી જશે કિસ્સા

ટકા ને આધારે મળતી હતી પહેલા નોકરી
ટકાવારી ની વાતો હવે સરકારે જૂની કરી
સ્નાતક ને છોડી લોકો પૂછે tet, tat અને htah ની પ્રગતિ
એક કલાક માં આખા 'કેરિયર' ની ચકાસણી થતી

શિક્ષણ ના સાંપ્રત પ્રવાહો ની આ છે નવી ધારા
કોણ જાણે કેટલા થશે એમાં નવા નવા સુધારા
'અજાણ' લોકો બન્યા અભ્યાસક્રમ ને જાણનારા
આપે જોયું આગળ વધી ગયા ખરેખર વાંચનારા

'ઉઠો જાગો અને પરીક્ષા પાસ કરો' બની ગયો છે મંત્ર
શું સાચે જ હવે સજાગ બની ગયું છે શિક્ષણ તંત્ર
જય હો...........

પરીક્ષા ની પરીક્ષા કરો ! ! ! ! ! !

                      બોર્ડની પરીક્ષાઓ નજીક આવી અને હતાશામાં એક વિદ્યાર્થીનો આપધાત પણ નોંધાયો. દરવર્ષે પરીણામ આવે પછી પણ આવી દુર્ધટનાઓ બને છે.
વિદ્યાર્થી મિત્રો,
નાપાસ થવામાં જેટલી નિષ્ફળતા છે,તેના કરતા હતાશ થવામાં વધારે નિષ્ફળતા છે.
પડવાની બીકે ચાલવાનું બંધ કરી દેનાર બાળક કદી દોડતું થઈ શકે ખરુ ?
સ્પેશ શટલ કોલંબિયાના અકસ્માતથી ભયભીત થઈ, અંતરીક્ષમાં જવાનું માંડી વાળનાર વૈજ્ઞાનિક કદી અંતરીક્ષયાત્રી બની શકે ખરો ?
ડો. અબ્દુલ કલામ સાહેબે એરફોર્સની પરીક્ષામાં નિષ્ફળ ગયા પછી આપધાત કરી લીધો હોત તો દેશને એક મહાન રોકેટ વૈજ્ઞાનિક અને ઉમદા રાષ્ટ્રપતિ મળ્યા હોત ખરા ?
શિકાર છટકી જવાથી કોઈ સિંહે કદી આપધાત કર્યો છે ખરો ?
મિત્રો,આપણે આગળ વધવું હોય તો, જીવનની વાસ્તવિક્તા સમજવી પડે એમ છે.નિષ્ફળતા અને સફળતા બંને આપણી જિંદગીના જ હિસ્સાઓ છે.આ બંને હિસ્સાને જોડતો એક મહત્વનો શબ્દ છે..જેને હું "પ્રયાસ" કહુ છું.
મિત્રો,માણસના જીવનમાં :
પ્રયાસનો આરંભ એટલે જિંદગીનો આરંભ...!
અને
હતાશાનો આરંભ એટલે મૃત્યુનો આરંભ..!!!

- વલ્લભભાઇ ઇટાલીયા

જિલ્લાવાર આચાર્યની ખાલી જગ્યાઓ.

અમદાવાદ 137
વડોદરા 87
રાજકોટ 64
સૂરત 44
ખેડા 124
આણદં 116
પચમહાલ 95
દાહોદ 173
સાબરકાઠા 50
જુનાગઢ 110
પોરબબંદર 23
મહસાણા 126
પાટણ 103
ભાવનગર 184
જામનગર 48
અમરલી 70
કચ્છ 97
ભ રૂ ચ 44
નમદા 9
વલસાડ 64
નવસાર 32
બનાસકાથા 285
સુરેન્દ્ર નગર 122
ગાધીનગર 65
ડાંગ 11
તાપી 22
TOTAL 2305

એચ.ટાટ પરીક્ષાની આન્સર કી .

આચાર્ય માનવા માટે અનુભવના પ્રમાણપત્ર નમુનો અને પરિપત્ર