રવિવાર, 4 ડિસેમ્બર, 2011

આંધળી માં નો કાગળ.


આંધળી માં નો કાગળ.




અમૃત ભરેલુ અંતર એનું સાગર જેવડું સત્ત

પૂનમચંદ્રના પાનિયા આગળ ડોશી લખાવતી ખત

ગગો એનો મુંબઈ ગામે ,ગીગું ભાઈ નાગજી નામે

લખકે માંડી પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ

કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ

સમાચાર સાંભળી તારા શેવુ મારે કેટલા દાહડા

ભાણાનો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય

દન આપ્ખું જાય દાડીયું ખેરવા રાતે હોટલમાં ખાય

નિત નવા લુગડા પૈરે પાણી જેમ પૈસા વેરે

હોટલનું ઝાઝું ખાઈશમાં રાખજે ખર્ચનું માપ

દવા દારૂના દોકડા આપણે કાઢશું કયાંથી બાપ

કાયા તારી રાખજે રૂડી ગરીબની ઈજ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કુબામાં કર્યો છે વાસ

જારનો રોટલો જડે નહિ તેહી પીવું છું એકલી છાસ

તારે પકવાનનું ભાણું મારે નિત્ય જારનું ખાવું.

દેખતી તેહી દળણા પાણી કરતી કામે કામ

આંખ વગરના આંધળાને હવે કોઈના આપે કામ

તારે ગામ વિજળી દિવા મારે અંધારા પિવા.

લિખિતંગ તારી આંધળી માતા વાંચજે જુહાર ઝાઝા

એકે રહયું નથી અંગનું ઢાંકણ ખુટી છે કોઠીએ જાર

હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માંગવા વારો

આવ્યો ભીખ માંગવા વારો……..



લિ. તારી આંધળી મા.

(સંપાદન – વૈશાલી દલાલ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો