રવિવાર, 4 ડિસેમ્બર, 2011

માં જ ઈશ્વર છે, માં જ પ્રાર્થના

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ, હંમેશા પોતીકો. ગર્ભમાં અબોલી નાજુક આહટથી લઈને નવજાતના ગુલાબી અવતરણ સુધી, માસૂમ કિલકારીઓથી લઈને કડવા નિર્મમ બોલ સુધી, આંગણની ફુદકનથી લઈને માળિયામાંથી સડસડાટ ઉડી જવા સુધી, માં માતૃત્વની કેટલી પરિભાષાઓ રચે છે. સ્નેહ, ત્યાગ, ઔદાર્ય અને સહનશીલતાના કેટલા આદર્શો રચે છે ? કોણ જુએ છે ? કોણ ગણે છે ? અને ગણે પણ કેવી રીતે ? ઋણ આભાર, કૃતજ્ઞતા જેવા શબ્દોથી બીજાઓને સન્માનિત કરી શકાય. માં તો આપણી જ હોય છે, ઈશ્વરનુ બીજુ રૂપ, ઈશ્વરને તો પૂજવા જ જોઈએ.

આપણે જ જેનો અંશ છે તેનુ ઋણ કેવી રીતે ચૂકવીએ ? ઋણ ચૂકવવાની કલ્પના કરવી એ પણ ધૃષ્ટતા કહેવાશે. કેટલા અને કેવા કેવા ઉપકારો છે તેના અમારા પર. જો તેમના ઉપકારનો બદલો ચૂકવવાનુ વિચરીશુ તો ગૂંચવાઈ જશુ. કેવા કેવા ઋણ ચૂકવશો એના ઉપકારોના. આ પૃથ્વી પર લાવવા માટે એ અસીમ, અવ્યક્ત વેદનાથી છટપટી રહી હતી તેનુ ? કે પછી ઋણ ચૂકવશો એ અમૃતનુ જેના દ્વારા તમારી કોમલતા પોષિત થઈ ? વારેઘડીએ પલળતીએ નાનકડી લંગોટોનુ કે ખરાબ દ્રષ્ટિથી બચાવતી કાજળ ટીક્કીઓનુ ?

કેટલીવાર તમે શુ શુ તોડ્યુ અને વિખેર્યુ અને તેને ગોઠવ્યુ. કેટલા નખરા પછી તમે કોઈ બચ્ચાની જેમ ચાર દાણા ખાતા હતા, તમારી ભૂખથી એ વ્યાકુળ થઈ જતી હતી. શુ યાદ છે તમને એ સંધ્યાકાળ, જ્યારે એ તમને દિવાબત્તીના સમયે શ્લોક, મંત્ર અને સ્તુતિયો દ્વારા સુકોમળ હૃદય ધરા પર સંસ્કાર અને સભ્યતાના બીજ રોપતી હતી ? નહી ભૂલ્યા હોય તમે એ ફરમાઈશો અને નખરા જેના એ પડ્યા બોલ ઝીલતી હતી. દાળ-ભાતથી માંડીને દાળ-ઢોકળી સુધી, પૂરીથી માંડીને પુલાવ સુધી, શીરાથી માંડીને ગાજરના હલવા સુધી અને બટાકાના શાકથી માંડીને ઊંધિયા સુધી કેટલા એવા વ્યંજનો છે જે તમને આજે પણ માંની યાદ અપાવે છે અને માં ના હાથના જ પસંદ આવે છે.

માં ને ઈશ્વરે એક સૃજનશક્તિ આપીને એક વિલક્ષણ વ્યવસ્થાની ભાગીદાર બનાવી છે. એક અધોષિત અવ્યક્ત વ્યવસ્થા પરંતુ જેનુ પાલન દરેક માં કરે છે. ભલે પછી એ એક ગાય હોય, નાનકડી ચકલી હોય કે વનરાજ સિંહની પત્ની હોય. પ્રકૃતિના ખોળામાં રમતા જાનવરોમાં પણ તમને મા-બાળકની આ જ અવ્યક્ત વ્યવસ્થા જોવા મળશે.

કુદરતે જ માંને પોષણ આપવાનો અધિકાર આપ્યો છે અને એ જ પોષણ આપે છે અને યોગ્ય સમય આવે ત્યારે પોષણ એકત્ર કરવાનુ પ્રશિક્ષણ પણ. પોષણ આપવામાં જેટલી એ કોમળ છે એટલી જ પ્રશિક્ષણ આપવામાં કઠોર.

માં બંને રૂપોમાં પૂજનીય છે. આ બંને રૂપોમાં સંતાનનુ કલ્યાણ જ છુપાયેલુ છે.


ઉસકો નહી દેખા હમને કભી.. 
પર ઉસકી જરૂરત ક્યા હોગી... હે માં....

શું તમે ઈન્ટરનેટ માર્કેટિંગ વિશે જાણો છો?

મિત્રો ,



»આપણે સૌ આપણા પોત-પોતાનો બિઝનેસ વધારવા કે ધંધા પ્રતિષ્ઠા મેળવવા ઇચ્છીયે છીએ ,વેપાર વધારવા ને ગ્રાહકો સુધી પહોંચવા અને તેમને માહિતી આપવા અન્ય જાહેરાત સેવા નો ઉપયોગ કરીએ છીએ ,આ કર્ય માટે માર્કેટિંગ પ્રચલીત અને ઉત્તમ માધ્યમ છે .

-> માર્કેટીંગ ના ગણા પ્રકાર છે .

આમાનું જ એક “ ઇન્ટરનેટ માર્કેટીંગ “ જેનું ચલણ હાલમાં ખુબ વધતુ જાય છે .
ઇન્ટરનેટ એ માર્કેટીંગ માટે નુ સરળ ,પ્રચલીત ને અન્ય માર્કેટીંગની સરખામણી મા ઓછુ ખર્ચાળ અને વધુ અસરકારક ઉપયોગી સાધન છે .





»અને હવે અત્યારે તો ૧૦ વર્ષથી માંડીને ૮૦ વર્ષ ના વ્રુદ્ધ પણ ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા થઇ ગયા છે .
દા.ત – હાલમા ફેસબુક, ટ્વીટર નો ઉપયોગ ખુબ વિશાળ પ્રમાણ મા થઇ રહ્યો છે .




» ઇન્ટરનેટ માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ, વેબ, માર્કેટિંગ, ઓનલાઈન માર્કેટિંગ અથવા ઈ-માર્કેટિંગ તરીકે પણ ઓળખાય છે.



» જ્યારે લક્ષ્ય પામવા અને પ્રેક્ષકો સુધી પહોંચવા માટેનું સર્વોત્તમ સાધન છે. કંપનીઓ વર્ષ દરમ્યાન સામાન્ય રીતે પોતાના બજેટ નો એકભાગ જાહેરાત માટે માટે ફાળવે છે.અને આ 21મી સદીમા ઇંન્ટરનેટ નો ઉપયોગ ખુબ વધ્યો છે તેથી આ પણ હવે માર્કેટીંગ માટે નુ માધ્યમ બન્યું છે. વ્યૂહરચના અને માર્કેટિંગ ઝુંબેશ એકંદર અસરકારકતા બિઝનેસ ગોલ અને કિંમત પર આધાર રાખે છે .
Your Trusted Internet Marketing Partner



Get more Click on this Link :

https://www.facebook.com/advertisinginsurat

આંધળી માં નો કાગળ.


આંધળી માં નો કાગળ.




અમૃત ભરેલુ અંતર એનું સાગર જેવડું સત્ત

પૂનમચંદ્રના પાનિયા આગળ ડોશી લખાવતી ખત

ગગો એનો મુંબઈ ગામે ,ગીગું ભાઈ નાગજી નામે

લખકે માંડી પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ

કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ

સમાચાર સાંભળી તારા શેવુ મારે કેટલા દાહડા

ભાણાનો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેળો થાય

દન આપ્ખું જાય દાડીયું ખેરવા રાતે હોટલમાં ખાય

નિત નવા લુગડા પૈરે પાણી જેમ પૈસા વેરે

હોટલનું ઝાઝું ખાઈશમાં રાખજે ખર્ચનું માપ

દવા દારૂના દોકડા આપણે કાઢશું કયાંથી બાપ

કાયા તારી રાખજે રૂડી ગરીબની ઈજ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કુબામાં કર્યો છે વાસ

જારનો રોટલો જડે નહિ તેહી પીવું છું એકલી છાસ

તારે પકવાનનું ભાણું મારે નિત્ય જારનું ખાવું.

દેખતી તેહી દળણા પાણી કરતી કામે કામ

આંખ વગરના આંધળાને હવે કોઈના આપે કામ

તારે ગામ વિજળી દિવા મારે અંધારા પિવા.

લિખિતંગ તારી આંધળી માતા વાંચજે જુહાર ઝાઝા

એકે રહયું નથી અંગનું ઢાંકણ ખુટી છે કોઠીએ જાર

હવે નથી જીવવા આરો આવ્યો ભીખ માંગવા વારો

આવ્યો ભીખ માંગવા વારો……..



લિ. તારી આંધળી મા.

(સંપાદન – વૈશાલી દલાલ )