Copy to / Move to Folder… હવે રાઇટ-ક્લિક વગા !
XP સાથે કામ કરતાં-કરતાં જો કોઇ એક
એક્શન વારંવાર લેવાના થતાં હોય તો એ છે : કોઇ ફાઇલને અન્ય ફોલ્ડરમાં
ખસેડવી કે કૉપી કરવી. સામાન્યત: આપણે ડેસ્ક્ટોપ પર જ ફાઇલ રાખતા હોઇએ છીએ,
એટલે કામ પત્યા પછી ફાઇલને અન્યત્ર રવાના કરવાની જરુર પડે જ. આ કામ માટે
આપણે સૌ પ્રથમ તો જે તે ફાઇલ પર રાઇટ-ક્લિક કરી CUT કે COPY કહીએ છીએ અને પછી, જ્યાં PASTE કરવી છે એ ફોલ્ડર ખોલી PASTE કહીએ છીએ. પણ મૂળ ફાઇલ પર રાઇટ ક્લિક કરી તેને કયા ફોલ્ડરમાં પેસ્ટ કરવી છે એવું કહી શકાતું નથી.
વૅલ, જો તમે Windows Explorer નો ઉપયોગ કરતા હો તો આ વિકલ્પ મળે છે. (Start > All Programs > accessories > windows explorer OR right-click START, select explore) ફાઇલ સિલેક્ટ કર્યા પછી, Edit મેનુમાં જઇ તમે Copy to Folder કે Move to Folder સિલેક્ટ કરી શકો છો. આ સાથે જ કમ્પ્યુટરના તમામ સ્થાનો નો નકશો આવી જશે ( જે તમે Save As કહો છો ત્યારે આવે છે), તમારે તમારું ફોલ્ડર શોધી Copy કે Move નો ઓર્ડર જ આપવાનો રહે છે.
આ
કમાન્ડને હાથવગો રાખવો હોય તો ઓર એક ટ્રીક: વિન્ડોઝ એક્ષ્પ્લોરરમાં ટુલબાર
પર રાઇટ-ક્લિક કરી, ક્સ્ટમાઇઝ કહો. અહીંયા અવેલેબલ ટુલબાર બટન્સ વાળી
બારીમાંથી Copy to પર ક્લિક કરી, Add પર ક્લિક કરો. આથી તે સામેની ‘કરન્ટ ટુલબાર બટન્સ’ વિન્ડોમાં તેમજ ટુલબારમાં દેખાવા લાગશે. આ જ રીતે, Move to ને પણ ટુલબારમાં સામેલ કરો. પછી ક્લોઝ બટન પર ક્લિક કરી દો. હવે પછી જ્યારે પણ કોઇ ફાઇલ માટે CUT કે COPY કહેવાની જરુર પડે ત્યારે ઉપરના ટુલબારમાંથી Copy to કે Move to પર ક્લિક કરો, ઍશ કરો!
બટ વેઇટ!
ધ બૅસ્ટ ઇઝ યેટ ટુ અરાઇવ !
કેવું સરસ લાગે જો Copy to Folder અને Move to Folder ઑપ્શન્સ રાઇટ-ક્લિક મેનુમાં જ સામેલ થઇ જાય?! ઑ.કે. કોઈ નેટર્ષિએ તમારા માટે એવી ફાઇલ [CopytoXP.reg] તૈયાર કરી છે, જેના પર ક્લિક કરવામાત્રથી Copy to Folder અને Move to Folder ઑપ્શન્સ રાઇટ-ક્લિક મેનુમાં સામેલ થઇ જાય છે. બસ ત્યારે, હવે કોઇ પણ ફાઇલને, એ હોય ત્યાંથી જ, ઠેકાણે પાડી દો!
આ નાનકડી પ્રોગ્રામ ફાઈલ ડાઉનલોડ કરવા સોફ્ટપીડિયા સાઈટ પરની નીચેની લીંક પર ક્લિક કરો, ડાઉનલોડ કરો.. અને મજા કરો!
http://www.softpedia.com/progDownload/Add-Copy-To-Move-To-Download-139487.html
[ આવો જ અન્ય પ્રોગ્રામ અહિયા મળશે ]
[ આવો જ અન્ય પ્રોગ્રામ અહિયા મળશે ]
ખુબ સરસ વધુ લખો તેવી આશા રાખુ છુ. મારી પાસે આવા ઘણા લેખો અંગ્રેજીમાં છે. તમે તૈયારી બતાવો તો તમને મોકલું. કોમેન્ટ કરતી વખતે નંબર લખવાનું દૂર કરો તો સરળતા રહે.
જવાબ આપોકાઢી નાખોરવિન્દ્રભાઈ, આપના બ્લોગની લીંક મારા બ્લોગ લિન્કની યાદીમાં સામેલ કરી દીધી છે. મારા બ્લોગની લીંક આપના બ્લોગ પર મૂકવા બદલ આભાર. આપને ગમતાં અન્ય શૈક્ષણિક બ્લોગની યાદી મને મોકલશો તો ગમશે. જેને મારી યાદીમાં સામેલ કરી શકાય તો શિક્ષકો એક જ બ્લોગ પરથી અન્ય બ્લોગ જોઈ શકે.
જવાબ આપોકાઢી નાખોરવિભાઈ આપનો બ્લોગ જોઈ ખૂબજ આનંદ થયો. ખૂબ જ સરસ
જવાબ આપોકાઢી નાખોwww.hmsardhara.weebly.com
રવીન્દ્ર ભાઈ તમારા બ્લોગ ની લીંક મેં મારા બ્લોગ bcchauhan.blogspot.com માં તમારા નામ સાથે મૂકી છે.
જવાબ આપોકાઢી નાખોઆપનો બ્લોગ જોઈ ખૂબજ આનંદ આવ્યો...
જવાબ આપોકાઢી નાખોઆપનો બ્લોગ જોઈ ખૂબજ આનંદ આવ્યો.
જવાબ આપોકાઢી નાખો