ગુરુવાર, 1 માર્ચ, 2012

જાગ્યું છે શિક્ષણ તંત્ર.! ! ! ! ! !

આવી ભરતી ઓ માં પરીક્ષા
ઘણા એ કહ્યું આ તો સરકારે કરી આપણને શિક્ષા
લઇ લો હવે 'વાંચે ગુજરાત' ની દિક્ષા
વાચવા વંચાવવા ના વધી જશે કિસ્સા

ટકા ને આધારે મળતી હતી પહેલા નોકરી
ટકાવારી ની વાતો હવે સરકારે જૂની કરી
સ્નાતક ને છોડી લોકો પૂછે tet, tat અને htah ની પ્રગતિ
એક કલાક માં આખા 'કેરિયર' ની ચકાસણી થતી

શિક્ષણ ના સાંપ્રત પ્રવાહો ની આ છે નવી ધારા
કોણ જાણે કેટલા થશે એમાં નવા નવા સુધારા
'અજાણ' લોકો બન્યા અભ્યાસક્રમ ને જાણનારા
આપે જોયું આગળ વધી ગયા ખરેખર વાંચનારા

'ઉઠો જાગો અને પરીક્ષા પાસ કરો' બની ગયો છે મંત્ર
શું સાચે જ હવે સજાગ બની ગયું છે શિક્ષણ તંત્ર
જય હો...........

પરીક્ષા ની પરીક્ષા કરો ! ! ! ! ! !

                      બોર્ડની પરીક્ષાઓ નજીક આવી અને હતાશામાં એક વિદ્યાર્થીનો આપધાત પણ નોંધાયો. દરવર્ષે પરીણામ આવે પછી પણ આવી દુર્ધટનાઓ બને છે.
વિદ્યાર્થી મિત્રો,
નાપાસ થવામાં જેટલી નિષ્ફળતા છે,તેના કરતા હતાશ થવામાં વધારે નિષ્ફળતા છે.
પડવાની બીકે ચાલવાનું બંધ કરી દેનાર બાળક કદી દોડતું થઈ શકે ખરુ ?
સ્પેશ શટલ કોલંબિયાના અકસ્માતથી ભયભીત થઈ, અંતરીક્ષમાં જવાનું માંડી વાળનાર વૈજ્ઞાનિક કદી અંતરીક્ષયાત્રી બની શકે ખરો ?
ડો. અબ્દુલ કલામ સાહેબે એરફોર્સની પરીક્ષામાં નિષ્ફળ ગયા પછી આપધાત કરી લીધો હોત તો દેશને એક મહાન રોકેટ વૈજ્ઞાનિક અને ઉમદા રાષ્ટ્રપતિ મળ્યા હોત ખરા ?
શિકાર છટકી જવાથી કોઈ સિંહે કદી આપધાત કર્યો છે ખરો ?
મિત્રો,આપણે આગળ વધવું હોય તો, જીવનની વાસ્તવિક્તા સમજવી પડે એમ છે.નિષ્ફળતા અને સફળતા બંને આપણી જિંદગીના જ હિસ્સાઓ છે.આ બંને હિસ્સાને જોડતો એક મહત્વનો શબ્દ છે..જેને હું "પ્રયાસ" કહુ છું.
મિત્રો,માણસના જીવનમાં :
પ્રયાસનો આરંભ એટલે જિંદગીનો આરંભ...!
અને
હતાશાનો આરંભ એટલે મૃત્યુનો આરંભ..!!!

- વલ્લભભાઇ ઇટાલીયા

જિલ્લાવાર આચાર્યની ખાલી જગ્યાઓ.

અમદાવાદ 137
વડોદરા 87
રાજકોટ 64
સૂરત 44
ખેડા 124
આણદં 116
પચમહાલ 95
દાહોદ 173
સાબરકાઠા 50
જુનાગઢ 110
પોરબબંદર 23
મહસાણા 126
પાટણ 103
ભાવનગર 184
જામનગર 48
અમરલી 70
કચ્છ 97
ભ રૂ ચ 44
નમદા 9
વલસાડ 64
નવસાર 32
બનાસકાથા 285
સુરેન્દ્ર નગર 122
ગાધીનગર 65
ડાંગ 11
તાપી 22
TOTAL 2305

એચ.ટાટ પરીક્ષાની આન્સર કી .

આચાર્ય માનવા માટે અનુભવના પ્રમાણપત્ર નમુનો અને પરિપત્ર

મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2012

રવિન્દ્ર ડી સરવૈયા.: ફોટોશોપ માટેની શોર્ટકટ કી

રવિન્દ્ર ડી સરવૈયા.: ફોટોશોપ માટેની શોર્ટકટ કી: ફોટોશોપ શોર્ટકટ કી-Adobe Photoshop CS4

ફોટોશોપ માટેની શોર્ટકટ કી

ટાઈમ મલે તો વાચજો જરુરઃ

મોટા કહેવડાવવા માગતા માણસોને એક ટેવ હોય છે. બીજાને એ પોતાથી કેટલા નાના છે એ બતાવ્યા વિના તેમનાથી રહેવાતું નથી. એક અમલદાર સાહેબને કોઈ મળવા આવે તો તેને બેસાડી રાખ્યા વિના તે મળતા નહીં. પોતાની ઓફિસ બહાર તેમને મળવા આવનાર માટે સાંકડો ને ભાંગેલો બાંકડો રાખેલો. તે મુલાકાતી તેના પર બેસે. પટાવાળો ચિઠ્ઠી લઈ જાય અને મુલાકાતીના દરજ્જા પ્રમાણે સાહેબ તેને બેસાડી રાખે.

આ માટે સાહેબ મહેરબાને ત્રણ ધોરણ નક્કી કરેલાં. મહત્વની વ્યક્તિ હોય તો પાંચ-છ મિનિટ. કામ લાગે એવી વ્યક્તિ હોય તો દસ-પંદર મિનિટ. અને અરજદાર ગરજવાન કે નીચી પાયરીની વ્યક્તિ હોય તો કલાક બે-કલાક બેસાડી રાખે ને વળી મળે પણ નહીં. એક દિવસ એક વૃદ્ધ સજ્જન આવ્યા. સાહેબને બાળપણથી ઓળખે. બાજુમાં રહેતા તેથી તેના પર દીકરા જેવું વ્હાલ. પણ સાહેબ તો મોટા માણસ અને આ સજ્જન સાધારણ શિક્ષક. એવાને કાંઈ આવે કે તરત મુલાકાત આપી શકાય ? પછી ભલેને સાહેબને કોઈ અગાઉથી મળવા આવ્યું ન હોય કે ઓફિસમાં કોઈ અગત્યની ચર્ચા ચાલતી ન હોય ! ભલેને કોઈ કામકાજ ન હોય ને સાહેબ બેઠા બેઠા ક્રોસવર્ડ પઝલનાં ખાનાં ભરતા હોય ! મુલાકાતીએ સમજવું જોઈએ કે સાહેબને મળવું સહેલું નથી અને એની મહત્તા વિષે સાહેબ કરતાં પટાવાળા મહાશય વધુ ધ્યાન રાખતા હતા.

પેલા વૃદ્ધ સજ્જન બે-અઢી કલાક પાટલી પર તપ કરતા રહ્યા. પછી સાહેબે બોલાવ્યા. સાહેબની ઓફિસમાં એક જ ખુરશી. એને લાયક હોય તે બેસવા પામે. બીજા ઊભા રહી વાત કરે. પેલા સજ્જને સાહેબને બાળપણના નામથી બોલાવી કહ્યું, ‘જો છગન, તને હું મળવા આવત નહીં પણ મારા દીકરા નૌતમનો કાગળ છે કે તને આ કાગળિયાં આપવાં એટલે આવ્યો છું. તારો નાનપણનો મિત્ર તને ભૂલ્યો નથી. પરદેશી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. લખે છે કે છગન ત્યાં પડ્યો પડ્યો શું કામ સડ્યા કરે છે ? અહીં સારો ચાન્સ છે. અને એની ભલામણથી તારું ભાગ્ય ઊઘડી જાય તેમ છે. એનાં કાગળિયાં આપવા આવ્યો છું.’
સાહેબ ઊભા થઈ ગયા, ‘આવો, આવો કાકા !’ એવા મીઠા ઉદ્દગાર સાંભળ્યા વિના જ વૃદ્ધે કહ્યું : ‘તારી ટેવ હું જાણું છું. જો, સંત સુંદરદાસની સાખી સાંભળી લે !’

નર પે નર આવત નહીં, આવત દિન કે પાસ,
વો દિન ક્યોં ન સમ્હાલિયે, ભાખત સુંદરદાસ.

‘માણસનું મોઢું રૂપાળું માનીને કોઈ તેની પાસે આવતું નથી, પણ એનો દિવસ તપે છે ને એ કાંઈક કરશે એવી આશાથી આવે છે; અને દિવસ તો હમણાં આથમી જશે; માટે સારાં કામ કરી લો.’ આટલું કહી વૃદ્ધ આવ્યા હતા તેવા જતા રહ્યા.

મકરન્દ દવે

ફેસબુક તરફથી ગ્રુપનાં અનઈચ્છનીય email ને અટકાવવા માટેનાં steps ....

Facebook પર કોઇ પણ Group join કર્યા બાદ તેમાં અન્ય વ્યક્તિઓ દ્વારા મુકાતી post કે comments નાં આવતા અનઈચ્છનીય email ને અટકાવવા માટેનાં step ....

સામાન્ય રીતે અવું બનતું હોય છે કે Facebook પર આપણે જ્યારે કોઇ Group Join કરીએ ત્યારે તેમાં અલગ-અલગ લોકો જે કાંઈ Post કે Comment, update કરે ત્યારે એ post કે comment ની જાણ આપણા email id પર કરવામાં આવે છે. જે એક facility છે. પરંતું ક્યારેક અવું બની જતું હોય છે કે એ email આપણ ને આપણા કામમાં ખલેલ પહોચાડે છે અને inbox માં જ્ગ્યા રોકે છે અથવા આવા mail ને લીધે આપણા અગત્યનાં mail શોધવામા તકલીફ પડતી હોય છે. આ સગવડ એ એક અગવડ બની જાય છે અને જેનાં લીધે અમુક લોકો કોઇ પણ group મા join થવાનું ટાળતા હોય છે. પરંતુ મિત્રો અવુ કરવાં ની જરૂર નથી માત્ર નીચે આપેલા step પ્રમાણે settings save કરીને તમે કોઈ પણ group નાં member પણ બની રહેશો અને જે - તે group નાં અનઈચ્છનીય mail થી પણ બચી શકશો.

STEP
---> Facebook પર તમે જે group નાં mail આવતાં અટકાવવા ઈચ્છો છો એ group પર click કરો.
---> ત્યાર બાદ જમણી બાજુ પર Edit settings પર click કરો( એટલે એક dilog box open થશે.)
---> તેમાં Email notification to પર tick કરેલું હશે. તેમાં તમારે એ tick mark દૂર કરવું(Uncheck કરવું નીચે આપેલી image પ્રમાણે)
---> ત્યારબાદ Save પર click કરવું

આટલું કરશો એટલે જે-તે group નાં email ને આવતાં અટકાવી શકશો

ગુજરાતી માં લખો - કોમ્પુટર માં- અન્ય પ્રોગ્રામ વિના

ગુજરાતી માં લખો - કોમ્પુટર માં- અન્ય પ્રોગ્રામ વિના
Go to the following link.

http://www.google.com/ime/transliteration/

Choose Gujarati, Hindi or language of your choice
Choose either 32 bit or 64 bit system.(you can click on Start Bar, Right click on "Computer", click properties. That will tell you  if you have 32 or 64 bit system)

Install.

Go to control panel, and then go to Region an Languages.
Click on "Keyboard and LANGUAGES" TAB
Click on "change keyboards" BUTTON.
Click "Add" BUTTON

Go to the following link.

http://www.google.com/ime/transliteration/


Choose Gujarati, Hindi or language of your choice
Choose either 32 bit or 64 bit system.(you can click on Start Bar, Right click on "Computer", click properties. That will tell you  if you have 32 or 64 bit system)

Install.

Go to control panel, and then go to Region an Languages.


Click on "Keyboard and LaNGUAGES" TAB
Click on "change keyboard" BUTTON.


CLICK "ADD" BUTTON

Drop down to "Gujarati(India)"
Click + next to  "Gujarati(India)"
Put Check Mark on "Google Gujarati Input" (DO NOT CHECKMARK "Gujarati" or "Hindi Taditional")

Click OK or APPLY

NOW CLICK ON "language bar" tab on top
Choose "Docked in the taskbar"
Also put checkmark on all three choices below


CLICK "apply" or "ok"
AFTER THESE STEPS, THERE WILL BE A LANGUAGE BAR DOCKED IN SYSTEM TRAY.
YOU CAN CHOOSE/ALTERNATE BETWEEN ENGLISH AND GUJARATI.
IT TAKES LITTLE GETTING USED TO.

PLEASE SEND ME A MESSAGE IF YOU HAVE PROBLEM.

કોમ્પુટર પર ગુજરાતી લખો સરળ રીતે!!!!!!

ગુજરાતી લખ્વ કેવી રીતે??? અને કેટલીક ઉપયોગી સાઈટસ

આપડે ગુજરાત મા રહિયે છીયે અને ગુજરાતી છીયે તો ગુજરાતી કેમ ના લખી શકિયે???આપડે પન ગુજરાતી મા લખી-વાચીયે અને શીખિયે ગુજરાતી....


અને હા ગુજરાતિ લખવા માટે કે બોલવા માટે ક્યારેય પન શરમ અનુભવવી નહિ....


...હજુ અમુક લોકો એવા છે ફેસબુક પર કે જેવોને ગુજરાતી મા કેમ ...લખવુ તે આવદતુ નથી .. તેનુ સમાધાન છે મારી પાસે.....હુ અહિ વિસ્તાર થી સમજાવિશ કે ગુજરાતી મા કેમ લખવુ..


(૧) ગુજરાતી લખવા માતે ની લિન્ક સે...




આ લિન્ક થી તમે english મા ટાય્પ કરો છો તેવિ જ રિતે આ લિન્ક એડરસ બાર મા જઈ ઓપન કરિ ટાય્પ કરો... ગુજરાતી આપમેળે લખાતુ જાશે..તમારે ખાલી englishમા જેમ ટાય્પ કરો સો તેમ જ કરવાનુ સે...સાવ સહેલુ સે..


(૨) PramukhIME :::::
Size: 522 KB
site address:::: http://www.vishalon.net/Download.aspx

આ સોફતવેર ti તમે ૧૫ ભાષા મા ટાય્પિન્ગ કરિ શકસો...અને ટાય્પિન્ગ પન ...(૧) મા સમજાવિયુ એમ જ કરવાનુ સે એનિ આપ્મેળે ગુજરાતી મા થઈ જાસે....
નોન્ધઃઃ આ સોફતવેર માતે જ્યારે તમે લેપતોપ કે કોમ્પ્યુતર ચાલુ કરો ત્યારે taskbar મા જઈ ને ઓપેન કરિ ને language mode select કરવાના રહેસે....

(૩)
http://translate.google.com/ અથવા






અને બિજા સારા સમાચાર એ કે હવે ગુગલ મા પન તમે ગુજરાતી ટાય્પિન્ગ કરિ શકો છો...જે ઉપર સમ્જાવિયુ એમ જ સે.....


(૪) કા "gujaraati type pad" કરિને ગુગલ મા સર્ચ કર્સો તો ઢગલો થય જાસે એવી સાઈટસ નો કે જેમના દ્વારા ગુજરાતી ટાયપિન્ગ કરિ શકો...

http://www.quillpad.in/editor.html


( ૫ ) અને જો તમે બ્રોઉંસર Google તરીકે Crome નો ઉપયોગ કરતા હો તો આ Extension ઉપયોગી રેહશે..
https://chrome.google.com/webstore/detail/bjbkilkfapaaanbgakddollkdbannemg

ગુજરાતમાં સૌ પ્રથમ

  • ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે
  • ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ પ્રકાશિત કર્યું.
  • Indumatiben Sheth was the first lady Minister of Gujarat.
    § Gujarat ranks 1st in production of cotton and groundnut and 2nd in production of tobacco.
  • First Gujarati School : Surat , 1836`
  • ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનુ પહેલુ રાજ્ય બની ગયુ છે.
  • સૌ પ્રથમ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન ની ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી.
  • ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? – Correct Answer: રાજકોટ
  • ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
  • ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
  • ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા – 1842 Surat
  • ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? Correct Answer: એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
  • ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
  • ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇહતી? Ans: અમદાવાદ-૧૯૦૫
  • સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920