ગુરુવાર, 1 માર્ચ, 2012

પરીક્ષા ની પરીક્ષા કરો ! ! ! ! ! !

                      બોર્ડની પરીક્ષાઓ નજીક આવી અને હતાશામાં એક વિદ્યાર્થીનો આપધાત પણ નોંધાયો. દરવર્ષે પરીણામ આવે પછી પણ આવી દુર્ધટનાઓ બને છે.
વિદ્યાર્થી મિત્રો,
નાપાસ થવામાં જેટલી નિષ્ફળતા છે,તેના કરતા હતાશ થવામાં વધારે નિષ્ફળતા છે.
પડવાની બીકે ચાલવાનું બંધ કરી દેનાર બાળક કદી દોડતું થઈ શકે ખરુ ?
સ્પેશ શટલ કોલંબિયાના અકસ્માતથી ભયભીત થઈ, અંતરીક્ષમાં જવાનું માંડી વાળનાર વૈજ્ઞાનિક કદી અંતરીક્ષયાત્રી બની શકે ખરો ?
ડો. અબ્દુલ કલામ સાહેબે એરફોર્સની પરીક્ષામાં નિષ્ફળ ગયા પછી આપધાત કરી લીધો હોત તો દેશને એક મહાન રોકેટ વૈજ્ઞાનિક અને ઉમદા રાષ્ટ્રપતિ મળ્યા હોત ખરા ?
શિકાર છટકી જવાથી કોઈ સિંહે કદી આપધાત કર્યો છે ખરો ?
મિત્રો,આપણે આગળ વધવું હોય તો, જીવનની વાસ્તવિક્તા સમજવી પડે એમ છે.નિષ્ફળતા અને સફળતા બંને આપણી જિંદગીના જ હિસ્સાઓ છે.આ બંને હિસ્સાને જોડતો એક મહત્વનો શબ્દ છે..જેને હું "પ્રયાસ" કહુ છું.
મિત્રો,માણસના જીવનમાં :
પ્રયાસનો આરંભ એટલે જિંદગીનો આરંભ...!
અને
હતાશાનો આરંભ એટલે મૃત્યુનો આરંભ..!!!

- વલ્લભભાઇ ઇટાલીયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો