રવિવાર, 23 ડિસેમ્બર, 2012
બુધવાર, 25 જુલાઈ, 2012
મંગળવાર, 10 જુલાઈ, 2012
ઉપયોગી કોમ્પુટર કીબોર્ડ શોર્ટકટ કી.
General Keyboard Shortcuts,
General Keyboard Shortcuts
CTRL+C (Copy)
CTRL+X (Cut)
CTRL+V (Paste)
CTRL+Z (Undo)
DELETE (Delete)
SHIFT+DELETE (Delete the selected item permanently without placing the item in the Recycle Bin)
CTRL while dragging an item (Copy the selected item)
CTRL+SHIFT while dragging an item (Create a shortcut to the selected item)
F2 key (Rename the selected item)
CTRL+RIGHT ARROW (Move the insertion point to the beginning of the next word)
CTRL+LEFT ARROW (Move the insertion point to the beginning of the previous word)
CTRL+DOWN ARROW (Move the insertion point to the beginning of the next paragraph)
CTRL+UP ARROW (Move the insertion point to the beginning of the previous paragraph)
CTRL+SHIFT with any of the arrow keys (Highlight a block of text)
SHIFT with any of the arrow keys (Select more than one item in a window or on the desktop, or select text in a document)
CTRL+A (Select all)
F3 key (Search for a file or a folder)
ALT+ENTER (View the properties for the selected item)
ALT+F4 (Close the active item, or quit the active program)
ALT+ENTER (Display the properties of the selected object)
ALT+SPACEBAR (Open the shortcut menu for the active window)
CTRL+F4 (Close the active document in programs that enable you to have multiple documents open simultaneously)
ALT+TAB (Switch between the open items)
ALT+ESC (Cycle through items in the order that they had been opened)
F6 key (Cycle through the screen elements in a window or on the desktop)
F4 key (Display the Address bar list in My Computer or Windows Explorer)
SHIFT+F10 (Display the shortcut menu for the selected item)
ALT+SPACEBAR (Display the System menu for the active window)
CTRL+ESC (Display the Start menu)
ALT+Underlined letter in a menu name (Display the corresponding menu)
Underlined letter in a command name on an open menu (Perform the corresponding command)
F10 key (Activate the menu bar in the active program)
RIGHT ARROW (Open the next menu to the right, or open a submenu)
LEFT ARROW (Open the next menu to the left, or close a submenu)
F5 key (Update the active window)
BACKSPACE (View the folder one level up in My Computer or Windows Explorer)
ESC (Cancel the current task)
SHIFT when you insert a CD-ROM into the CD-ROM drive (Prevent the CD-ROM from automatically playing)
Dialog Box Keyboard Shortcuts
CTRL+TAB (Move forward through the tabs)
CTRL+SHIFT+TAB (Move backward through the tabs)
TAB (Move forward through the options)
SHIFT+TAB (Move backward through the options)
ALT+Underlined letter (Perform the corresponding command or select the corresponding option)
ENTER (Perform the command for the active option or button)
SPACEBAR (Select or clear the check box if the active option is a check box)
Arrow keys (Select a button if the active option is a group of option buttons)
F1 key (Display Help)
F4 key (Display the items in the active list)
BACKSPACE (Open a folder one level up if a folder is selected in the Save As or Open dialog box)
Microsoft Natural Keyboard Shortcuts
Windows Logo (Display or hide the Start menu)
Windows Logo+BREAK (Display the System Properties dialog box)
Windows Logo+D (Display the desktop)
Windows Logo+M (Minimize all of the windows)
Windows Logo+SHIFT+M (Restore the minimized windows)
Windows Logo+E (Open My Computer)
Windows Logo+F (Search for a file or a folder)
CTRL+Windows Logo+F (Search for computers)
Windows Logo+F1 (Display Windows Help)
Windows Logo+ L (Lock the keyboard)
Windows Logo+R (Open the Run dialog box)
Windows Logo+U (Open Utility Manager)
Accessibility Keyboard Shortcuts
Right SHIFT for eight seconds (Switch FilterKeys either on or off)
Left ALT+left SHIFT+PRINT SCREEN (Switch High Contrast either on or off)
Left ALT+left SHIFT+NUM LOCK (Switch the MouseKeys either on or off)
SHIFT five times (Switch the StickyKeys either on or off)
NUM LOCK for five seconds (Switch the ToggleKeys either on or off)
Windows Logo +U (Open Utility Manager)
Windows Explorer Keyboard Shortcuts
END (Display the bottom of the active window)
HOME (Display the top of the active window)
NUM LOCK+Asterisk sign (*) (Display all of the subfolders that are under the selected folder)
NUM LOCK+Plus sign (+) (Display the contents of the selected folder)
NUM LOCK+Minus sign (-) (Collapse the selected folder)
LEFT ARROW (Collapse the current selection if it is expanded, or select the parent folder)
RIGHT ARROW (Display the current selection if it is collapsed, or select the first subfolder)
Shortcut Keys for Character Map
After you double-click a character on the grid of characters, you can move through the grid by using the keyboard shortcuts:
RIGHT ARROW (Move to the right or to the beginning of the next line)
LEFT ARROW (Move to the left or to the end of the previous line)
UP ARROW (Move up one row)
DOWN ARROW (Move down one row)
PAGE UP (Move up one screen at a time)
PAGE DOWN (Move down one screen at a time)
HOME (Move to the beginning of the line)
END (Move to the end of the line)
CTRL+HOME (Move to the first character)
CTRL+END (Move to the last character)
SPACEBAR (Switch between Enlarged and Normal mode when a character is selected)
Microsoft Management Console (MMC) Main Window Keyboard Shortcuts
CTRL+O (Open a saved console)
CTRL+N (Open a new console)
CTRL+S (Save the open console)
CTRL+M (Add or remove a console item)
CTRL+W (Open a new window)
F5 key (Update the content of all console windows)
ALT+SPACEBAR (Display the MMC window menu)
ALT+F4 (Close the console)
ALT+A (Display the Action menu)
ALT+V (Display the View menu)
ALT+F (Display the File menu)
ALT+O (Display the Favorites menu)
MMC Console Window Keyboard Shortcuts
CTRL+P (Print the current page or active pane)
ALT+Minus sign (-) (Display the window menu for the active console window)
SHIFT+F10 (Display the Action shortcut menu for the selected item)
F1 key (Open the Help topic, if any, for the selected item)
F5 key (Update the content of all console windows)
CTRL+F10 (Maximize the active console window)
CTRL+F5 (Restore the active console window)
ALT+ENTER (Display the Properties dialog box, if any, for the selected item)
F2 key (Rename the selected item)
CTRL+F4 (Close the active console window. When a console has only one console window, this shortcut closes the console)
Remote Desktop Connection Navigation
CTRL+ALT+END (Open the Microsoft Windows NT Security dialog box)
ALT+PAGE UP (Switch between programs from left to right)
ALT+PAGE DOWN (Switch between programs from right to left)
ALT+INSERT (Cycle through the programs in most recently used order)
ALT+HOME (Display the Start menu)
CTRL+ALT+BREAK (Switch the client computer between a window and a full screen)
ALT+DELETE (Display the Windows menu)
CTRL+ALT+Minus sign (-) (Place a snapshot of the active window in the
client on the Terminal server clipboard and provide the same
functionality as pressing PRINT SCREEN on a local computer.)
CTRL+ALT+Plus sign (+) (Place a snapshot of the entire client window
area on the Terminal server clipboard and provide the same functionality
as pressing ALT+PRINT SCREEN on a local computer.)
Microsoft Internet Explorer Navigation
CTRL+B (Open the Organize Favorites dialog box)
CTRL+E (Open the Search bar)
CTRL+F (Start the Find utility)
CTRL+H (Open the History bar)
CTRL+I (Open the Favorites bar)
CTRL+L (Open the Open dialog box)
CTRL+N (Start another instance of the browser with the same Web address)
CTRL+O (Open the Open dialog box, the same as CTRL+L)
CTRL+P (Open the Print dialog box)
CTRL+R (Update the current Web page)
CTRL+W (Close the current window)
સોમવાર, 25 જૂન, 2012
ચાણક્યનું નીતિશાસ્ત્ર
ચાણક્યનું નીતિશાસ્ત્રના નિયમો
વિકાસની વાતોમાં નીતિશાસ્ત્ર એ પહેલું પગથિયું છે. જો તમે રાજનીતિ, સમાજનીતિ, અર્થનીતિ વગેરેમાં પારંગત હો,જાણકાર હો તો જીવનમાં સફળતાનાં દ્રાર આપોઆપ ખૂલી જાય છે, લોકચાહના મળે છે તથા જીવન જીવવાનો સંતોષ મળે છે. માનવીની તેજસ્વિતા તથા ગહન બુદ્ધિની પરીક્ષા એ જ છે કે તે ચાણક્યના લખેલા નીતિશાસ્ત્રની એરણ પર ખરી ઊતરે! જો તમે આ નીતિશાસ્ત્ર સમજો, વ્યવહારમાં ઉતારો તો દરેક મુશ્કેલ પળમાં પણ એ કામ આવશે. આવા અદભૂત જ્ઞાનના કેટલાક અંશો અહી આપવા કોશિશ કરી છે, જેથી આ નીતિશાસ્ત્રનો આસ્વાદ સૌ માણે. તેના વિચારોને ટૂંકી જાણકારીના સ્વરૂપમાં કોઈપણ જાતની ટીકા-ટિપ્પણી વગર આપ્યા છે.
- ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ.
- જ્યાંઆદર સન્માન ના હોય ત્યાં આજીવિકાનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ.
- કામ સોંપો ત્યારે નોકરીની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે.
- જે નિશ્વિતને છોડી, અનિસ્વિતની પાછળ દોડે છે, તે નાશ પામે છે.
- નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવું.
- મીઠી મીઠી વાતો કરે, પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો.
- મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને બદલે તેને કાર્યાન્વિત કરવી.
- જેમ બધા પર્વતો પર રત્નો નથી મળતાં, તેમ બધાં સ્થાને સજ્જનો નથી મળતાં.
- ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો નાશ પામો છો.
- મનુષ્યના વહેવારથી તેના કુળનો પરિચય મળી જાય છે.
- દુષ્ટ વ્યક્તિ અને સાપ એ બન્નેમાં સાપ વધુ સારો છે, કારણકે તે એક જ વાર કરડે છે.
- વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે.
- પુરુષાર્થ કરવાવાળો કદાપિ ગરીબ રહેતો નથી.
- જેમ એક સુગંધિત વૃક્ષ આખા બગીચામાં ફોરમ ફેલાવે છે તેમ એક સુપુત્ર આખા કુટુંબની શોભા વધારે છે.
- જેમ એક સુકા વૃક્ષને આગ લાગતાં આખું જંગલ બળી જાય છે, તેમ એક મુર્ખ પુત્ર આખા કુટુંબને નષ્ટ કરી નાખે છે.
- જ્યાં પતિ-પત્ની વચ્ચે ઝધડો થતો નથી ત્યાં લક્ષ્મી આવીને વસે છે.
- આ સંસારમાં ત્રણ વાતથી શાંતિ મળે છે, – સારું સંતાન, પતિવ્રતા સ્ત્રી તથા સજ્જનનો સત્સંગ.
- જેમાં દયા અને મમતા ન હોય તેવા ધર્મનો ત્યાગ કરવો.
- સોનાની ચાર કસોટી છે – ઘસવાનું, કાપવાનું, તપાવવાનું તથા કૂટવાનું. એમ મનુષ્યની પણ ચાર કસોટી છે. –સજ્જનતા, ગુણ, આચાર,વ્યવહાર.
- સાફ વાત કરવાવાળો ધોખેબાજ નથી હોતો.
- શ્રેષ્ઠ પુરુષોની ઓળખાણ તેમના ગુણોથી થાય છે
- જ્ઞાનથી ધર્મની રક્ષા કરી શકાય છે.
- સત્યના લીધે જ પૂથ્વી સ્થિર છે.
- આ સંસારમાં લક્ષ્મી, જીવન, યૌવન સર્વ નાશવંત છે, ફક્ત ધર્મ સ્થિર છે.
- મનુષ્ય જેવું ધન કમાય છે, તેવું જ સંતાન જન્મે છે.
- સંતોષથી મોટું કોઈ સુખ નથી, લાલચથી મોટો કોઈ રોગ નથી.
- વિદ્રાનની હંમેશા પ્રશંશા થાય છે.
- જેનામાં યોગ્યતા નથી, તેને ઉપદેશ આપવો વ્યર્થ છે.
- આ સંસારમાં એવો કોઈ ઉપાય નથી, જેનાથી દુર્જનને સજ્જન બનાવી શકાય.
- જે પોતાનો સમુદાય છોડી, બીજાના સમુદાયમાં આશ્રય લે છે, તે નષ્ટ થઈ જાય છે.
- જે ધન પ્રત્યે આસક્તિ રાખે છે, તે સત્ય બોલી શક્તો નથી.
- સજ્જન પુરુષનાં દર્શનથી પુણ્ય પ્રાપ્ થાય છે, કારણકે તે તીર્થસ્વરૂપ છે.
- વ્યક્તિને દરેક સ્થાનેથી કાંઈક ને કાંઈક શીખવા મળે છે.
- વગર વિચારે બોલવાવાળો જલદીથી નાશ પામે છે.
- બુદ્ધિમાન વર્તમાન સમય પ્રમાણે જ કામ કરે છે.
- સ્નેહ અને પ્રેમ બધાં દુઃખોનું મૂળ છે.
- આવનાર વિપત્તિનો વિચાર કરી તેનો સામનો કરવા તૈયાર રહેનાર સુખી થાય છે.
- પ્રજા એવું જ આચરણ કરે છે જેવું રાજા (રાજનેતા) કરે છે.
- મનુષ્ય પોતાના વિચારોનો જ દાસ છે.
- આ પૃથ્વિ પર ત્રણ જ રત્ન છે, પાણી, અન્ન અને હિતકારી વચન.
- સુપાત્રને દાન અથવા બુદ્ધિમાનનું જ્ઞાન આપોઆપ જ રેલાઈ જાય છે.
- જે વ્યક્તિ અવસર પ્રમાણે પોતાની ગરિમા પ્રમાણે બોલે છે – તે જ વ્યક્તિ મહાન છે.
- સજ્જન વ્યક્તિ નિર્ધન થઈ જવા છતાં સજ્જનતા નથી છોડતી.
- મનુષ્યને સારા ગુણોથી શ્રેષ્ઠતા મળે છે – ઊંચા આસનથી નહીં.
- પુસ્તકોમાં પડેલી વિદ્યા તથા બીજા પાસે પડેલું ધન શા કામનું !
- જે જેવો વ્યવહાર કરે, તેવો વ્યવહાર તેની સાથે કરવો.
- જેનામાં લોભ હોય, તેને બીજી બુરાઈની શી જરૂર!
- જે સત્ય બોલે છે, તેને તપ કરવાની શી જરૂર છે !
- જે લોકો સંસારમાં ફક્ત ધનની ઇચ્છા રાખે છે તે અધમ છે, જે ધન તથા સન્માન બન્નેની આશા રાખે છે તે મધ્યમ છે,પણ ઉત્તમ મનુષ્યો ફક્ત સન્માનની જ આશા રાખે છે.
ચાણક્ય નીતિ + ચતુરાઈ ની નીતિ
ખોટું બોલવું , વિચાર્યા વિના કોઈ કાર્ય કરવું ,છળકપટ કરવું , મૂર્ખતા , વધુ પડતો મોહ ,ગંદકી અને નિર્દયતા -આ સ્ત્રીઓના સ્વાભાવિક દોષ છે.
સુંદર ભોજન , એ માટે જરૂરી પાચનશક્તિ , કામેચ્છા અને કામશક્તિ, સુંદર સ્ત્રી ,વૈભવ -વિલાસ અને દાન કરવાનું સામર્થ્ય -આ છ સુખ કોઈ ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે. તે પૂર્વજન્મનાં પુણ્ય અને અખંડ તપસ્યાનું ફળ છે.
જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય , જે પોતાના ધન -વૈભવ થકી સંતુસ્ટ હોય તેને માટે અહી પૃથ્વી પર જ સ્વર્ગ છે.
જે પિતાની સેવા કરે છે તે જ પુત્ર છે. જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે તે જ સાચો પિતા છે. જે વિશ્વાસપાત્ર હોય તે જ મિત્ર છે અને હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.
જે તમારી સામે તમારા કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા વિષયુકત ઘડાની સમાન છે .તેનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે
જે કુમિત્ર છે તેનો કદાપી વિશ્વાસ ન કરવો અને જે મિત્ર છે તેની પર પણ આંધળો વિશ્વાસ ના કરવો તે ક્યારેક ગુસ્સામાં આવીને પણ તમારી વાત જાહેર કરી શકે છે.
જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હોય તેને ખાનગી રાખો. તે શરુ થાઈ ત્યારથી પૂરું ના થાય ત્યાં સુધી કોઈને પણ ન જણાવશો.
મૂર્ખતા , યૌવન દુઃખદાયક છે, પરંતુ પરવશ થવું તે તો સૌથી વધુ દુઃખદાયક ગણાય છે.
દરેક પર્વત પરથી હીરા માણેક મળતા નથી અને દરેક હાથી ના મસ્તકમાંથી મણી મળતા નથી ,તેજ રીતે સમાજમાં દરેક સ્થળે સંતો મળતા નથી અને દરેક જંગલમાં ચંદનના લાકડા મળતા નથી.
બુધ્ધિમાન લોકોએ પોતાના સંતાનોને હંમેશા સદાચારનું જ્ઞાન આપવું જોઈએ .નીતિવાન અને સદાચારી જ લોકો સમાજમાં પુજાય છે.
સંબધોની કસોટી
કોઈ મહત્વપુર્ણ કાર્ય દરમિયાન સેવકની ,દુઃખ આવી પડે ત્યારે
સગા-સંબંઘીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરીદ્રવ્સ્થામાં પત્નીની કસોટી થાય
છે સાચો મિત્ર
કોઈ રોગ થયો હોય ,દુઃખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જયારે કોઈ મુશ્કેલી
સર્જે,રાજધ્વાર ,સ્મશાન કોઈના મૃત્યુ નાં સમયે જે વ્યક્તિ સાથ ન છોડે ,એજ
સાચા મિત્ર છે.
મૂર્ખાઈ
જે વ્યક્તિ નિશ્ચીત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ ભાગે છે ,તેના હાથમાં આવેલું કાર્ય પણ ગુમાવે છે.
વિવાહ
પોતાનાથી નીચા કુળમાં જન્મેલી કન્યા સુંદર અને સુશીલ હોવા છતા તેનો ત્યાગ કરવો જોઇએ , કારણકે કે વિવાહ સમાન કુળમાં જ શોભે છે.
કોનો વિશ્વાસ ના કરાય ?
લાંબા નખવાળા પ્રાણીઓ, નદીઓ, મોટા શીંગડાવાળા પ્રાણીઓ ,હથિયારધારી
વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ પરિવારો આ છએ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન મુકવો.
સાધન નહિ સાધ્ય મહતવપૂર્ણ
અમૃત ઝેરમાં વિટાયેલું હોય,સોનું અશુદ્ધ ચીજોમાં હોય, ઉતમ વિદ્યા નીચી
વ્યક્તિ પાસે થી મળે તો, નીચા કુળમાં જન્મ થયેલી ઉતમ ગુણવાળી ,સુશીલ
કન્યારુપી રત્નનો સ્વીકાર કરવો જોઇએ.
સ્ત્રી સમોવડી
પુરુષ કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું ,અક્કલ કાર ગણી, સાહસવૃતિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે.
રક્ષણ
મુશ્કેલીના સમયે લડવા ધન નો સંચય કરવો જોઈએ .ધન કરતાં પત્નીનું વધુ
રક્ષણ કરવું જોઈએ , પરંતુ પોતાનો જ જીવ જોખમ માં હોય ત્યારે ધન અને પત્ની
ને પણ છોડતા અચકાવું જોઈએ નહિ.
ચંચળ લક્ષ્મી
લક્ષ્મી ચંચળ જ હોય છે એટલે મુશ્કેલીના સમયે સંચીત ધન પણ નસ પામે છે.
ક્યાં ક્યાં ના રહેવાય ?
જે દેશ માં માન-સન્માન ન મળે અને રોજગારી ના મળે, જયાં કોઈ આપણા સગા ના
રેહતા હોય અને અભ્યાસ કરવો શક્ય ના હોય ત્યાં રેહવાનો કોઈ ફાયદો નથી .જે દેશમાં કોઈ શેઠ ,વિદ્વાન ,રાજા,વૈધ કે કોઈ નદી ના હોય ત્યાં પણ રેહવું ના જોયે.
અયોગ્ય પ્રદેશ
જે દેશ માં રોજી રોટી ના મળે ,જયાંના લોકો માં ભય ,શરમ, ઉદારતા અને દાન કરવાની વૃતિ ના હોય તે પાંચ સ્થાનમાં ના જ રેહવું.
(રવિન્દ્ર સરવૈયા દ્વારા સંકલિત )
શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ તુલસીદાસ
શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ તુલસીદાસ
જુઓને ભગવાને પણ કેવો યોગ રચ્યો છે. કે ભક્ત વિના પ્રભુ પણ રહી નથી સકતા… તેથી જ તો રામનવમી એટ્લેકે શ્રીરામના જન્મ બાદ તરત જ તેમના અનુજ સમા શ્રી હનુમાનનો જન્મ આવે છે…અને આમ પણ ભક્ત વિના પ્રભુ પણ અધુરા જ સ્તો છે ને. શ્રી રામની જીવનલીલામાં હનુમાનનુ સ્થાન અનન્ય હતું. વળી હનુમાનજી પોતાની છાતી ચીરીને બતાવે છે કે પ્રભુ તો તેમના દિલમાં છે, મોતીઓમાં કે વૈભવમાં નહીં. જે કહે છે કે ભગવાનને ભજવામાં દેખાડો ન હોય… તો પછી આજના દિવસે હનુમાનજીની પૂજા કર્યા વિના કેમ ચાલે તો આપણા સનાતન-જાગૃતિમા બતાવ્યા મુજબ ચાલો આપણે તેમની પૂજા અને હનુમાનચાલીસાનું પઠન કરીએ..
પૂજન વિધિબ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરો. કુશ અથવા ઉનના આસન પર હનુમાનજી ની પ્રતિમા, ચિત્ર અથવા યંત્રને (ભોજપત્ર અથવા તામ્ર-પત્ર પર ઉત્કીર્ણ કરવાવીને) સામે રાખો અને સિંદૂર, ચોખા, લાલ પુષ્પ, અગરબત્તી તથા દીવો પ્રગટાવી પૂજન કરો. બૂંદીના લાડવાનો ભોગ લગાવો. પુષ્પ હાથમાં લઇ નિમ્ન શ્લોકનું ઉચ્ચારણ કરો:
अतुलित बलधामं हेम शैलाभदेहं, दनुज-वन कृशानुं ज्ञानिनामग्रण्यम् ।
सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥
અતિલિત બલધામં હેમ શૈલાભદેહં, દનુજ-વન કૃશાનું જ્ઞાનિનામગ્રણ્યમ્ |सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥
સકલ ગુણનિધાનં વાનરામધીશં, રઘુપતિ પ્રિયભક્તં વાતજાતં નમામિ ॥
ત્યારબાદ પુષ્પ અર્પણ કરીને મનમાં હનુમાનજીનું ધ્યાન કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો. અંતમાં લાલ ચંદનની માળા લઇ “हं हनुमते रुद्रात्मकाय हूं फट्” મંત્રનો ૧૦૮ વાર નિત્ય જાય કરો.
अथ श्री हनुमान चालीसा
અથ શ્રી હનુમાન ચાલીસા
॥ दोहा ॥
॥ દોહા ॥
श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
ભાવાર્થ – શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.
बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
ભાવાર્થ – હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.
॥ चौपाई ॥
॥ ચૌપાઈ ॥
जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥ભાવાર્થ – હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.
रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥
રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥ભાવાર્થ – હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.
महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥
મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥ભાવાર્થ – હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.
कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा ॥
કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ॥ભાવાર્થ – આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.
हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥ભાવાર્થ – આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.
शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन ॥
શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન ॥ભાવાર્થ – હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.
विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥ભાવાર્થ – આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.
प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥ભાવાર્થ – આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.
सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥ભાવાર્થ – આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.
भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥ભાવાર્થ – આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.
लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥
લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥ભાવાર્થ – આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.
रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥ભાવાર્થ – હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.
सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥
સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં ॥ભાવાર્થ – “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.
सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥ભાવાર્થ – શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.
जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥ભાવાર્થ – યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.
तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥ભાવાર્થ – આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.
तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥ભાવાર્થ – આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.
जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥ભાવાર્થ – જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.
प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥
પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥ભાવાર્થ – આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.
दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥
દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥ભાવાર્થ – સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.
राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥
રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥ભાવાર્થ – આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.
सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥
સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥ભાવાર્થ – આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.
आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥
આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥ભાવાર્થ – આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.
भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥
ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥
ભાવાર્થ – હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.
नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥
નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.
संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥
સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥ભાવાર્થ – જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.
सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा ॥
સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ॥ભાવાર્થ – રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.
और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥
ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥ભાવાર્થ – આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.
चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥
ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥ભાવાર્થ – આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.
साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे ॥
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ॥ભાવાર્થ – હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.
अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥
સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥ભાવાર્થ – હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.
આઠ સિદ્ધિઆ — અણિમા – સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા – યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ – મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય – ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ – બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ – અન્ય કોઈને વશમાં કરી શકાય છે.
નવ નિધિઆ — પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ – આ નૌ નિધિઆ કહેવામાં આવી છે.
राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥
રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥ભાવાર્થ – આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ (ઔષધિ) છે.
तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥
તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥ભાવાર્થ – આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.
अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥
સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥ભાવાર્થ – આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.
और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥
ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥ભાવાર્થ – હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.
संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥
સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥ભાવાર્થ – હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.
जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥
જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.
जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई ॥
જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ ॥ભાવાર્થ – જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.
जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥
જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥ભાવાર્થ – ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.
तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥
તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥ભાવાર્થ – હે મારા નાથ હનુમાનજી ! ‘તુલસીદાસ‘ સદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.
पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥
પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥
ભાવાર્થ - હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.
॥ इति ॥
॥ ઇતિ ॥
(રવિન્દ્ર સરવૈયા દ્વારા સંકલિત )
મંગળવાર, 10 એપ્રિલ, 2012
મતદાર યાદી.
તમે તમારા નામની મતદારયાદી ડાઉનલોડ કરવા ઈચ્છો છો, નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
- તમારું નામ મતદાર યાદીમાં જોવ માટે તમારું નામ અથવા મતદાર ઓળખ નંબર એન્ટર કરો.
- તમારો જિલ્લો સિલેક્ટ કરો.
- તમારું નામ આવી જય એટલે View Family પર ક્લીક કરો, તેમાં એક નવી વિન્ડો ખુલશે ત્યાંથી તમે તમારા ગામ અથવા વિસ્તાર ની મતદાર યાદી - અને સુધારેલી મતદાર યાદી પણ ડાઉનલોડ કરી શકશો .
આ માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
મતદાર યાદી તેમજ ચુંટણી ને લગતી વધુ વિગત માટે મુખ્ય ચુંટણી અધિકારીની આ વેબ સાઈટ પર જાવો, જેની લીંક નીચે આપેલી છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)