સોમવાર, 2 જાન્યુઆરી, 2012

અનળગઢ કિલ્લો (મારી ગામ ની બાજુ માં)
જુના ગોંડલ રાજયનું અનળગઢ ગામનો જિલ્લાના પૂવાસન સ્થળમાં સમાવેશ કરેલ છે અનલગઢ ગામે જુનો કિલ્લો અને શ્રી મહાકાળી માતજીનું મંદીર આવેલુ છે જુના ઐતિહાસિક કિલ્લાનું મહત્વ ધણુ છે ડુંગર ઉપર કિલ્લાનું હોય કુદરતી વાતાવરણ સાથે આથમતા સુર્યનું દ્રશ્ય મનમોહક લાગે છે. ગુજરાત સરકારશ્રી પૂવાસન વર્ષ ર૦૦૬/૦૭માં પૂવાસન સ્થળના વિકાસ માટે જુદા-જુદા હેતુ માટે ગ્રાંટ ફાળવી માળખાગત સુવિધા પુરી પાડેલ છે.

અનલ એટલે અગ્નિથી પણ ન બળે શકે તેવો ગઢ એટલે અનળગઢ છે. વિ..સ.૧૮૪રમાં પૂર્ણ થયેલ એટલે કે આજથી રર૦ વર્ષ વિતવા છતા આજે પણ તેની મુકસાક્ષી એ બે બિલ્ડીંગ તથા દિવાલો તથા કોઠાની નિશાનીઓ મોજુદ છે.
અનળગઢ કુદરતી રીતે આજે પણ અપૂતિમ ઉર્જા ધરાવતું સ્થળ છે. ચાર્ર્જબલ ટીંબો છે ત્યાં બેસતા આપવા શરીર તત્વોમાં ઉર્જા ચાર્જ થતી લાગે છે જે પૂકૃતિની દ્રષ્ટીએ એક વિશેષતા છે.
સ્થળ પર કેવી રીતે પહોંચવુ?
ગોંડલથી અનળગઢ ગામે જવા માટે બસ , તેમજ પ્રાઈવેટ વાહનો દ્રારા પહોચી શકાય છે.
અંતર કી.મી. (જીલ્લા કક્ષાએથી )
૧૩ કી.મી. તાલુકા મથકે આશરે પ૦ કી.મી.ની અંદર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો